ૐ શરણચરણ લેજો, પ્રભુ, શરણચરણ લેજો,
પતિત ઉગારી લેજો (૨) કર ગ્રહી ઉર લેજો...ૐ શરણo
મનવાણીના ભાવો, કમૅ વિષે ઊતરો પ્રભુo (૨)
મનવાણીને દિલને (૨) કૃપાથી એક કરો...ૐ શરણo
સવૅ મળેલાં સાથે, દિલ સદૃભાવ ઊગો, પ્રભુo (૨)
છો અપમાન થયાં હો (૨) ત્યાંયે ભાવ બઢો...ૐ શરણo
નિમ્ન પ્રકારની વૃતિ, ઊઘ્વૅગમન કરવા, પ્રભુo (૨)
પ્રભુકૃપાથી મથાજો (૨) ચરણશરણ ગ્રહવા...ૐ શરણo
મનના સકળ વિકારો, પ્રાણ તણી વૃતિ, પ્રભુo (૨)
બુદ્ઘિ તણી સૌ શકાં (૨) ચરણ કમળ ગળજો...ૐ શરણo
જેવા હોઇએ પ્રભુ, તેવા દેખાવા, પ્રભુo (૨)
મતિ મુજ ખુલ્લી કરજો (૨) સ્પષ્ટ જ પરખાવા...ૐ શરણo
દિલમાં કંઇક ભયુઁ હો, તે થકી બીજું ઊલટું પ્રભુo (૨)
કદી પણ મુજથી બનજો એવી મતિ દેજો...ૐ શરણo
જ્યાં જ્યાં ગુણને ભાવ, દિલ ત્યાં મુજ ઠરજો, પ્રભુo (૨)
ગુણને ભાવની ભક્તિ (૨) દિલ મુજ સંચરજો...ૐ શરણo
મન, મતિ, પ્રાણ પ્રભુ! તુજ ભાવ મહી ગળજો, પ્રભુo (૨)
દિલમાં તુજ ભક્તિની (૨) છોળો ઊછળજો...ૐ શરણo